Tuesday 4 July 2017

✡Rashi Bhavishya

❂ટેરો કાર્ડ દ્વારા જાણો આપનો આજ નો દિવસ❂ 

  • મેષ (અ,લ,ઈ):- તમારે જો કોઈ જીવન ની શરૂવાત અથવા કોઈ નવા કાર્યની શરૂવાત કરવી હોય તો તમે જે કોઈ ભૂતકાળ ની ભૂલ કરી છે એને સુધારવા ની જરૂર છે અને અમુક બંધનો માંથી બહાર આવાની જરૂર છે, જો જૂની વાતોને નહિ છોડો તો જીવન ની નવી શરૂવાત કરવા મા મુશ્કેલી આવશે .
  • વૃષભ(બ,વ,ઉ ):- તમારા માટે આ સમય ખુબ સારો છે, આ સમય તમે જેટલું મિત્ર, અને ઘરના સભ્યો સાથે વિતાવસો એટલું તમારા માટે સારું છે, બની શકે કોઈ નાના એવા પ્રસંગ મા બધા ને મળવા નું થાય, ખાસ કરી ને સ્ત્રીઓ માટે આ  સમય ખુબ સારો છે. 
  • મિથુન(ક,છ,ઘ):- તમારા માટે એક સંદેશ છે, તમે જે કોઈ વસ્તુની આશા છોડી દીધી છે તો એ ના કરો, તમે તમારા પ્રયત્ન ચાલુ જ રાખો, પણ એક વાત નો ખ્યાલ રાખવાની જરૂર છે કે તમે જે પ્રય્તનો કરો છો એ સાચી દિશા મા તો છે? હોય શકે તમારી મેહેનત કોઈ ખોટી દિશા મા થાય છે અને તમને જોઈતું પરિણામ નથી મળતું!.
  • કર્ક(ડ,હ):- તમે જે કોઈ નિર્ણય કર્યા છે એને તમે અમલ મા મુકો, કોઈ મુંજાવાની જરૂર નથી, ભલે એ નિર્ણય થી તમને અથવા તમારી સાથે ના લોકો ને થોડી મુશ્કેલી અથવા અડચણ થાય, પણ આગળ જતા એનું પરિણામ ખુબ જ સારું આવશે. 
  • સિહ(મ,ટ):- જો તમને જૂની વાતો ને પકડીને જ બેસી રેસો તો તમારા જીવન મા જે નવી તકો આવી રહી છે એનો તમે લાભ નહિ ઉઠાવી શકો, માટે આજ સમય છે જૂની વાતો ને ભૂલી ને આવનારી તકો ને દિલથી અપનાવી ને એનો લાભ લેવો.
  • કન્યા(પ,ઠ,ણ):- તમે જેકોઈ મુશ્કેલીઓ ના સમાધાન ની અપેક્ષા કરતા હતા એ આ સમય દરમિયાન સફળતા પૂર્વક થશે, તમે નહિ વિચાર્યું હોય એવી રીતે અથવા એ વ્યક્તિ દ્વારા તમારી દરેક સમસ્યાઓ ના હાલ આ સમય દરમિયાન તમને મળી જશે, નાણાકીય રીતે લાભ થશે. 
  • તુલા(ર,ત):- નોકરિયાત વ્યક્તિઓ માટે થોડુ આજે કામ નો બોજો રહે, તમને ગુસ્સો પણ ખુબ આવે, માટે જેટલું બને એટલું આ સમય ને ખુબ શાંતિથી પસાર કરી દેવો, કોઈ સાથે ચર્ચા અથવા દલીલ મા પડવું નહી, શાંતિ થી દિવસ પસાર કરવો.
  • વૃશ્ચિક(ન,ય):- તમારા માટે આ સમય એક નવી શરૂવાત કરવા માટે ખુબ સારો છે, જો તમને તમારા જીવનમા પરિવર્તન લાવા માટે રાહ જોતા હોય તો, આ સમય મા તમે એ પરિવર્તન કરી શકો છે, સમય તમારી  સાથે છે અને તમને જે પરિણામ જોઈએ છે તે મળશે.
  • ધન(ભ,ફ,ઢ):- તમે જે કોઈ અપેક્ષા રાખી છે એને હજુ પૂરી થવામા ધીરજ રાખવા ની જરૂર છે, ઉતાવળ કરવા થી જીતેલી બાજી હાથ માથી જતી રહશે માટે હજુ ધીરજ રાખો ધીરજ ના ફળ હમ્મેશા મીઠા જ હોય છે, અને સમય સંજોગો તમને અનુકુળ બનશે. 
  • મકર(ખ,જ):- તમારે થોડુ સાવચેતી રાખીને ચાલવા ની જરૂર છે, તમને જે ખુશી અથવા જે જીત અનુભવો છો એ હજુ પૂરે પૂરી તમારી નથી, બની શકે તમને પાછળ થી કોઈ અચાનક મુશ્કેલી આવે, માટે બધું સમજી વિચારી ને ધ્યાન થી કાર્ય કરવું. 
  • કુંભ(ગ,શ,સ,ષ):- તમારા માટે આ સમય એક નવા જીવન વરદાન સ્વરૂપ સાબિત થશે, તમે જે કોઈ ગંભીર પરિસ્થિતિ મા હતા તેમાં થી બહાર નીકળવા નો મોકો મળશે, તમને જીવન મા શું કરવું છે તે સ્પષ્ટ રીતે સમજાશે. 
  • મીન(દ,ચ,ઝ,થ):- તમારે તમારા જીવન ના અનુભવો માંથી શીખીને આગળ ચાલવા નું છે, પણ જો તમે હજુ આળસુ બની ને બેસી રેસો તો આગળ જતાં ભારે નુકશાન ભોગવવું પડશે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખુબ કાળજી રાખવાની જરૂર છે.


No comments:

Post a Comment