Thursday 6 July 2017

✡Rashi Bhavishya (06-July-2017)



✪ટેરો કાર્ડ દ્વારા જાણો આપનો આજ નો દિવસ✪ 

  • મેષ(અ,લ,ઈ):- આજે તમને કામકાજ નો બોજ રહે, જો નોકરિયાત હોવ તો આજે તમને ખુબ જ કામની જવાબદારી આપવામા આવે, સાથે-સાથે આજે તબિયત નું પણ ધ્યાન રાખવાની જરૂર છે, સરદી-ખાસી ના થાય એનું ધ્યાન રાખવું અને કમર નું પણ ધ્યાન રાખવું.
  • વૃષભ(બ,વ,ઉ):- આજે જેટલું જતું કરવાની ભાવના રાખશો એટલું તમારા માટે સારું છે, તમારે આજે એ સમજવું પડશે  કે બધું આપણે ઈચ્છી એવું દરેક સમય અને સંજોગોમા ના થાય, યોગ્ય સમય આવતા જ તમે જે ઈચ્છો છો એને સાકાર કરવા નો તમને મોકો ચોક્કસ મળશે.
  • મિથુન(ક,છ,ઘ):- આજે તમને લોકો નો સાથ-સહકાર મળી રહે, કોઈ નવી વસ્તુની શરૂવાત કરવા માટે લોકો તરફથી સારો સાથ અને પ્રોત્સાહન મળે, ખાસ કરીને તમને એવી વ્યક્તિ વધારે મદદરૂપ થશે કે જે તમારી પ્રગતી થી ખુશ થશે અને તમારી દિલથી નજીક હોય.
  • કર્ક(ડ,હ):- જો તમે લાંબા સમય થી તમારા દિલ ની વાત તમારા પ્રિય વ્યક્તિને કેવા નું ટાળતા હતા, તો આ સમય તમારા માટે ખુબ સારો જણાશે, સામેવાળી વ્યક્તિ થી તમને મન ગમતો જવાબ મળે, એક બીજા ને સમજવા નો અને ઓળખવા નો મોકો મળે. આજે તમને તમારા પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળી શકે.
  • સિહ(મ,ટ):- આજે કોઈ સારી ખુશ-ખબર આવવાના યોગ છે, બની શકે આ ખુશી ને પરિવાર અને અંગત મિત્રો સાથે ઉજવવાનો મોકો મળે, આજનો દિવસ તમારા માટે સારો અને આનંદ કરવા માટે નો છે, ઘરના લોકો સાથે સમય પસાર કરવાથી મન ને શાંતિ નો અનુભવ થાય.
  • કન્યા(પ,ઠ,ણ):- આજે તમને કોઈ મુશ્કેલીમા મુકાય જાવ તો તમારે નિરાશ થવાની અથવા ગભરાવાની જરૂર નથી, તમે તમારી સમજણ શક્તિ થી એ મુશ્કેલીને દુર કરી શકો છો, પણ તમારે આ મુશ્કેલી માથી બહાર આવવા માટે થોડુ ચતુરાઈ થી કામ કરવું પડશે, તો જ તમને સફળતા મળશે.
  • તુલા(ર,ત):- આજે તમારે ખુબ શાંતિ રાખવા ની જરૂર છે, આજે તમે જેટલું મોન રહેશો એટલું તમારા માટે સારું છે, જો અત્યારે તમે લોકો સામે તમારી આવડત અને સમજદારી બતાવ્સો તો લોકો તમારી કદર અને વાહ-વાહ નહી કરે, માટે આ સમય પુરતું હમણાં કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચારવું, યોગ્ય સમયની રાહ જોવી.
  • વૃશ્ચિક(ન,ય):- આજે તમને મોકો મળે તમારી જાત સાથે સમય પસાર કરવાનો, આજે તમે કોઈ એવી વસ્તુ કરો કે તમને ખુશી આપે, કોઈ એવું કાર્ય કરો કે જેને કરવા થી તમને ખુશી નો અનુભવ થાય, આ સમય તમારા માટે છે તો ફક્ત આને તમારા માટે જ ઉપયોગ કરો, એજ તમારા માટે સારું છે.
  • ધન(ભ,ફ,ઢ):- આજે લોકો સાથે જો કોઈ ગેર-સમજ થઇ હોય તો દુર થાય, અથવા તમારાથી કોઈ ને મન દુઃખ થયું હોય તો આજે તે વ્યક્તિના મન થી તમારા માટે ની ગેર-સમજ દુર થાય અને જુના સંબંધો ફરી તાજા થાય, શરૂવાતમા થોડી નારાજગી રહેશે પણ જેમ-જેમ વાત થશે તેમ-તેમ નારાજગી દુર થશે.
  • મકર(ખ,જ):- તમારા મનમા કોઈ એવા વિચારો છે જે તમને પરેશાન કરે છે, પણ તમને એનું સમાધાન ના મળવાથી તમે થોડા ચીડ-ચિડાયા સવ્ભાવ ના બની શકો અને લોકો પર ગુસ્સો આવે, લોકો પર ગુસ્સો કરવાથી કસું નહિ થાય, તમારેજ તમારા વિચરો પર કાબુ રાખવાની જરૂર છે, ફક્ત તમારા મન ના વિચારો છે જે તમને પરેશાન કરે છે.
  • કુંભ(ગ,સ,શ,ષ):- આજ નો દિવસ ખુબ સારો અને તમને અનુકુળ સાબિત થશે, તમે કોઈ કાર્ય પૂરું કરવાની રાહ જોતા હોય તો એ થશે, કોઈ નિર્ણયના આવા ની રાહ જોઈ રહ્યા હોય તો એ પણ તમને મળી જશે, ફક્ત તમારે શાંતિ રાખીને અને ઉતાવળ કર્યા વગર પરિણામની રાહ જોવાની રહશે.
  • મીન(દ,છ,ઝ,થ):- આજે જો તમે તમારા કામ મા બેદરકારી કરશો તો બની શકે તમને તમારા ઉપરી અધિકારી થી ઠપકો મળે, કારણ કે લોકો ને તમારા પર ખુબ વિશ્વાસ અને આશા છે, પણ આજે આ વિશ્વાસ ટૂટે નહિ એનું ધ્યાન રાખવું, માટે કામમા પૂરું ધ્યાન આપવું અને લોકોને મન-દુઃખ ના થાય એનું ધ્યાન રાખવું.

No comments:

Post a Comment