Wednesday 5 July 2017

✡Rashi Bhavishya (05-July-2017)


❂ટેરો કાર્ડ દ્વારા જાણો આપનો આજ નો દિવસ❂



મેષ(અ,લ,ઈ ):- આજે તમારા અધૂરા કાર્ય ને પુરા કરવાની તક મળે અને સાથે સાથે તમને એ કાર્ય પૂરું કરવા થી લાભ પણ થાય, તમારા આત્મવિશ્વાસ મા વધારો થાય, તમારે ફક્ત એકજ વાત નું ધ્યાન રાખવા નું છે કે તમને કોઈ નાની મુશ્કેલી અથવા કાર્ય પૂર્ણ કરવામા રુકાવટ આવે તો હતાશ થવાની જરૂર નથી, તમારા પ્રયત્ન ચાલુ રાખો.


વૃષભ (બ,વ,ઉ):- આજે તમે કરેલ કાર્ય અને તમારા દરેક નિર્ણય થી લોકો પ્રભાવિત થશે, લોકો તમારી પ્રશંશા કરશે અને તમને માન-સન્માન મળશે, આજે લોકો તમારી પાસે થી સલાહ લેવા આવે અને મદદ માટે આવે, આજે તમે તમારી જાતને સાચી સાબિત કરવા માટે નો મોકો મળશે.


મિથુન(ક,છ,ઘ):- આજે તમે જો બધું કાર્ય એક સાથે કરવા જશો તો ભારે નુકશાન થશે, માટે તમારે આજે એક કાર્ય પૂરું થયા પછી જ બીજું કાર્ય હાથ મા લેવું, બધા કાર્ય એક સાથે તમે એકલા કરવા જશો તો કામ માં કોઈ ભૂલ થવા ની શક્યતા વધારે છે અને નુકશાન ભોગવું પડશે.


કર્ક(ડ,હ):- તમારે આજે લોકો ને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તમારી સાથે ની વ્યક્તિ ના મન મા શું છે? અથવા એ શું કેહેવા માંગે છે? તેનો ખ્યાલ રાખવાનો છે, અને વાત કરવા માટે નો પહેલો પ્રયત્ન તમે કરો કેમ કે જો વાત નહિ કરો તો આગળ જતા તમને સંબધો સુધારવાનો આ મોકો ફરી નહિ મળે.


સિહ(મ,ટ):- તમારા સવ્ભાવ મા આજે થોડું પરિવર્તન જોવા મળે, તમને કોઈ એવી વ્યક્તિ અથવા જુના મિત્ર સાથે મળવા નું થયા કે જેને મળ્યા પછી તમને ખુશી નો અનુભવ થાય, તમને એ વ્યક્તિ સાથે વાત કર્યા પછી મન હળવું થાય અને તમને ખુબ જ આંનદ અનુભવો અને આ મુલાકત તમારા જીવનમા પરિવર્તન લાવે.


કન્યા(પ.ઠ,ણ):- આજે તમને કોઈભી નાની વાત ખુબ મોટી લાગે પણ ખરેખર શું એવું છે? તમને આજે નાની નાની વાત પર ખોટું લાગે, તમને એવું લાગે કે બધા તમારા થી અને તમારા કામથી ના ખુશ છે, પરંતુ એવું નથી, તમારેજ થોડી સમજણ અને શાંતિ આજે રાખવી પડશે, બને એટલો કામ મા વ્યસ્ત રેવાનો પ્રયતન કરવો.


તુલા(ર,ત):- આજે તમારે તમારા ખાસ મિત્ર સાથે જગડો થવાના યોગ છે, કોઈ એવી વાત ની ગેરસમજ થાય કે મિત્ર સાથે થોડી બોલાચાલી થાય, માટે જગડો ના થાય એવા પ્રયત્ન કરવા, મિત્રો સાથે આજે થોડી સમજદારી થી વાત કરવી.


વૃશ્ચિક(ન,ય):- આજે તમારે વધારે મેહેનત કરવી પડશે તો તમને તમારા લક્ષ્ય સુધી પોહચવા માં વાર નહિ લાગે, બસ તમારે ધીરજ નથી હારવાની અને તમારા પ્રયન્ત ને અધૂરા નથી છોડવાના, બની શકે તમારી સામે જ તમારા લક્ષ્ય સુધી પોહચવાની તક છે પણ તમે જ હાર માની ને બેસીગયા છો.



ધન(ભ,ફ,ઢ):- તમે અત્યાર સુધી જે કોઈ મેહેનત કરી છે એ રંગ લાવશે, તમાર દરેક પ્રયત્ન નું ફળ તમને મળશે, આજે થોડું કામ વધારે કરવું પડે પણ નિરાશ થવાની જરૂર નથી, પરિણામ ખુબ સારું આવાનું છે, અને રુકાવટ રૂપી જે કોઈ મુશ્કેલી હશે તેે દુુર થશે.


મકર(ખ.જ):- આજે તમે જો દેખા દેખી કરશો તો તમે ભારે મુશ્કેલી મા મુકાય જશો, માટે તમારે તમારા કામ પર અને તમારા પર ભરોસો રાખવાની જરૂર છે, બીજા ની વાતોમા અથવા દેખા-દેખી મા આવસો તો તમે તમારી ઓળખ નહિ બનાવી શકો.


કુંભ(શ,સ,ષ,ગ):- તમે જે કોઈ ખોટી માન્યતા અથવા બંધન મા હોવ તો એમાંથી નીકળવા માટે આજે સમય છે, જો તમે જીદ પર રહેશો તો નુકશાન ફક્ત તમારે આવશે, હજુ સમય છે પરિસ્થિતિ ને સુધારવા માટે સમજી વિચારીને આગળ વધવું.


મીન(દ,ચ,ઝ,થ):- જો તમે કોઈ નિર્ણય લેવા માટે લોકો ની સલાહ લેવાનું વિચારતા હોય તો ચોક્કસ તમે લોકો ની મદદ લો, તમને સાચું માર્ગદર્શન મળશે, ખાસ કરીને ભાગીદારી મા કામ શરૂ કરતા પેહેલા વડીલો અથવા નિષ્ણાતો ની સલાહ જરૂર લેવી તમને સાચી માહિતી મળશે.

No comments:

Post a Comment